25-12-2021
શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૨૫/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો....
18-12-2021
શારીરીક કસોટી GENDER બદલવા માટે આવેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો....
06-12-2021
(૧) તારીખ ૩ અને ૪ ડિસેમ્બરના રોજ જે મેદાનો ઉપર વરસાદને કારણે શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવેલ તે કસોટી હવે બંન્ને દિવસના ઉમેદવારો માટે એકી સાથે તારીખ 12 ડિસેમ્બર (રવિવાર) નારોજ એ જ મેદાન પર એ જ કોલલેટર ઉપર લેવામાં આવશે. મોકુફ રાખવામાં આવેલ કસોટીના ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું.
(ર) વધુમાં SRPF ગ્રુપ-૧૧, વાવ ખાતે તા.૦૬/૧૨/૨૦૨૧ નારોજ શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવેલ તે કસોટી હવે તા.૨૬/૧૨/૨૦૨૧ (રવિવાર) નારોજ એ જ મેદાન પર એ જ કોલલેટર ઉપર લેવામાં આવશે. મોકુફ રાખવામાં આવેલ કસોટીના ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું.
05-12-2021
કમોસમી વરસાદના પછી વાદળછાયા વાતાવરણને કારણે મેદાન દોડવા યોગ્ય ન હોવાથી આવતીકાલ તા.૦૬/૧૨/૨૦૨૧ ના રોજ SRPF ગૃપ-૧૧, વાવ-સુરત ખાતે પોલીસ ભરતીની શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે. રાજયમાં અન્ય ૧૪ જગ્યાએ શારીરી કસોટી લેવામાં આવશે.
02-12-2021
કમોસમી વરસાદના કારણે SRPF ગૃપ-પ, ગોઘરા મેદાન ખાતે પો.સ.ઇ. / લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.
કમોસમી વરસાદના કારણે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ, ખેડા, સુરેન્દ્રનગર, અમરેલી તથા SRPF ગૃપ-૧૧ વાવ-સુરત અને SRPF ગૃપ-૭, નડિયાદ એમ કુલ ૬ મેદાનો ખાતે પો.સ.ઇ. / લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.
પો.સ.ઇ./લોકરક્ષકની સંયુકત કસોટી અંગેની જાહેરાતઃ તા.૦૨/૧૨/૨૦૨૧
29-11-2021
કોલલેટર ડાઉનલોડ થતો નથી તે અંગે ભરતી બોર્ડને કરવાની અરજીનો નમૂનો
ભુલથી Gender ખોટી ભરાયેલ છે તે માટે ભરતી બોર્ડને જાણ કરવાની અરજીનો નમૂનો
28-11-2021
એક કરતા વધુ મળેલ કોલલેટર અંગે ભરતી બોર્ડને કરવાની અરજીનો નમૂનો
પો.સ.ઇ. કેડર શારીરીક કસોટી માટે અગત્યની સુચના (તા.૨૭/૧૧/૨૦૨૧) જોવા માટે અહિં કલીક કરો....
પો.સ.ઇ. કેડરની ભરતી માટે કરવામાં આવેલ અરજીઓની ચકાસણી કરતા એક કરતા વધારે અરજીઓ કરેલ હોય તેવી અરજીઓ પૈકી છેલ્લી કન્ફર્મ કરેલ અરજી માન્ય રાખી વધારાની કરવામાં આવેલ અરજીઓમાં તા.૨૬/૧૧/૨૦૨૧ નારોજ વધુ અરજીઓ રદ કરવામાં આવેલ છે. રદ થયેલ અરજીઓનો કન્ફર્મેશન નંબર જોવા માટે અહિં કલીક કરો....
પો.સ.ઇ. કેડરની ભરતી માટે કરવામાં આવેલ અરજીઓની ચકાસણી કરતા એક કરતા વધારે અરજીઓ કરેલ હોય તેવી અરજીઓ પૈકી છેલ્લી કન્ફર્મ કરેલ અરજી માન્ય રાખી વધારાની કરવામાં આવેલ અરજીઓ રદ કરવામાં આવેલ છે. રદ થયેલ અરજીઓનો કન્ફર્મેશન નંબર જોવા માટે અહિં કલીક કરો....
પો.સ.ઇ. કેડરની ભરતી માટે કરવામાં આવેલ અરજી કન્ફર્મ કર્યા બાદ જનરલ કેટેગીરીના જે ઉમેદવારોએ ફી ભરેલ નથી તેઓની અરજી રદ કરવામાં આવેલ છે. રદ થયેલ અરજીઓનો કન્ફર્મેશન નંબર જોવા માટે અહિં કલીક કરો....
પો.સ.ઇ. તથા લોકરક્ષક બન્નેમાં ફોર્મ ભરનાર ઉમેદવારને એક જ વાર શારિરીક કસોટી આપવાની રહેશે. તા.૦૩/૧૨/૨૦૨૧ થી શારિરીક કસોટી શરૂ થશે. કોલલેટર તા.૨૬/૧૧/૨૦૨૧ થી OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. રવિવારના રોજ શારિરીક કસોટી લેવામાં આવશે નહિ. વખતો વખતની સૂચનાઓ બન્ને ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવશે. જે જોતા રહેવુ.
પો.સ.ઇ./લોકરક્ષક કેડરની શારીરીક કસોટી માટેની જરૂરી સુચનાઓ જોવા અહીં કલીક કરો......
07-04-2021
પો.સ.ઇ. કેડરની શારીરીક કસોટી એપ્રિલ-૨૦૨૧ માં લેવામાં આવનાર છે તેમ અગાઉ જણાવવામાં આવેલ હતુ. કોવીડ-૨૦૧૯ની પ્રર્વતમાન પરિસ્થિતી ને ધ્યાને લઇ આ શારીરીક કસોટી હાલ પુરતી મોકુફ રાખવામાં આવેલ છે. જે અંગે તમામે નોંધ લેવી. હવે પછી નવો કાર્યક્રમ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે.22-09-2021
તા.૧૫/૦૩/૨૦૨૧ ના રોજ પો.સ.ઇ. કેડરની ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલ. પરંતુ કોવીડ-૧૯ની પરિપેક્ષમાં ભરતી પ્રક્રિયા મોકુફ રાખવામાં આવેલ હતી. આ ભરતી પ્રક્રિયા હવે ટુંક સમયમાં ચાલુ થનાર છે અને શારીરીક કસોટી અંદાજીત નવેમ્બર-૨૦૨૧માં લેવામાં આવે તેવી શકયતા છે. જેથી તમામ ઉમેદવારોએ તૈયારી રાખવી.
વધુમાં કોવીડ-૧૯ ના કારણે જે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરી શકેલ નથી તેવા ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવા તક આપવામાં આવનાર છે. આ અંગેની વિગતવારની સુચનાઓ હવે પછી વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે.
22-10-2021
સરકારશ્રી, ગૃહવિભાગ, ગાંધીનગરના તા.૨૨/૧૦/૨૦૨૧ના નોટીફિકેશન નંબરઃ જીજી/જીયુજે/૮૯/૨૦૨૧/એમએચકે/૧૦૨૦૨૧/સીએમઓ-૭૭/સી થી પો.સ.ઇ. સંવર્ગના સિધી ભરતીના સ્પર્ધાત્મક (પરિક્ષા) નિયમોમાં ફેરફાર થયેલ છે જે જોવા માટે અહીં કલીક કરો.........27-10-2021
સરકારશ્રી, ગૃહવિભાગ, ગાંધીનગરના તા.૨૨/૧૦/૨૦૨૧ના નોટીફિકેશન નંબરઃ જીજી/જીયુજે/ ૮૯/૨૦૨૧/એમએચકે/૧૦૨૦૨૧/સીએમઓ-૭૭/સી થી પો.સ.ઇ. સંવર્ગના સિધી ભરતીના સ્પર્ધાત્મક (પરિક્ષા) નિયમોમાં ફેરફાર થયેલ છે, જેને ધ્યાને લઇ જે કોઇ ઉમેદવાર ઓનલાઇન અરજી કરી શકયા ન હોય તેઓને વધુ એક તક મળે તે હેતુથી ઓનલાઇન અરજીઓ સ્વીકારવાની છેલ્લી તા.૦૩/૧૧/૨૦૨૧ રાખવામાં આવેલ છે. વધુ માહિતી અહીં કલીક કરો........